________________
૧૮૬
સમાધિમરણ
એક દિવસ પંડિતજી પોતે જ અર્ધા કલાક મોડા આવ્યા. એટલે બધા શ્રોતા કહેવા લાગ્યા કે, “આજે પંડિતજીને આપણે ટોકીશું; ઘણે દિવસે વારો આવ્યો છે. એવામાં પંડિતજી આવ્યા અને ઘણાએ મોડું થવાનું કારણ પૂછ્યું, ત્યારે પંડિતજીએ કહ્યું : “આજે એક મોંઘો મહેમાન વળાવ્યો એટલે જરા મોડું થયું. એ માટે હું સભા પાસે ક્ષમા માગું છું. જેનો કથાકાર આટલો વિનયવાળો હોય, તેના શ્રોતા કેટલા વિનયવાળા હશે? ક્યા ગામનો મહેમાન હતો?” એમ સૌ કોઈએ પૂછ્યું ત્યારે પ્રફુલ્લિત ચહેરે તે બોલ્યા : “આપણા ચિરંજીવનો આજે દેહ છૂટી ગયો. તે મહેમાન જ ગણાયને; કારણ કે મેં ગૃહસ્થાશ્રમ માંડ્યો ત્યાર પછી તે મારે ત્યાં આવ્યો અને આજે ગયો. બધા જ સંબંધો એવા છે.” શ્રોતાજનો આશ્ચર્ય પામ્યા. આવા વક્તા હોય ત્યાં શ્રોતાઓને અસર થયા વિના કેમ રહે?” (સુબોધ કથાસાગરમાંથી)
સંસારની આસક્તિ ઘટાડે તો સમાધિમરણની તૈયારી કરે સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશો. તે સમાધિમરણની તૈયારીરૂપ છેજી. પવિત્રાત્મા પૂ. નિર્મળા એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલો બધો પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે! છતાં આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકોચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઈએ છીએ; તો ઉપર ઉપરથી છૂટવું છે, છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર