________________
૧૮૭
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન છૂટવું જ છે એમ લાગ્યું છે? જો લાગ્યું હોય તો તે પવિત્ર બહેન નિર્મળાનું દ્રષ્ટાંત લઈને પણ જેમ બને તેમ બીજા વિકલ્પો ઓછા થાય તેવો કોઈ ક્રમ શોધી તે પ્રકારે નિશ્ચિંત થઈ જવાનો યથાર્થ માર્ગ આરાધવો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. એક ધ્યેય નિશ્ચય કરી તેને અનુસરવાનો નિશ્ચય કરી દેવો એટલે વહેલેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય ને છૂટવાનો માર્ગ ન લે તો તે બૂમો પાડતો પાડતો અંદર બળી મરે.” (બો.૩ પૃ.૩૨૪) મરણ આજે આવો કે લાખ વર્ષે આવો, મારે
ત્રિવિધ તાપ શમાવવો જ છે “જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, તે તાપ જો સમજાતો હોય તો મરણ આજે આવો કે લાખો વર્ષે આવો પણ મારે તો મોક્ષનો માર્ગ નક્કી કરી તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં જરૂર જવું જ છે,
એટલો નિશ્ચય એક વાર થઈ જાય તો પછી તેને તેના જ વિચારો મુખ્યપણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે.
સફુરુષોનાં વચન સિવાય તેને કંઈ રુચે નહીં. જે પુરુષ અનંત શ્રીમદ્ રાજચંદ્ર કૃપા કરી મોક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેનો ઉપદેશ કર્યો
છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનોનું પાન કરતાં તે થાકે નહીં. રાત-દિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલો આનંદ આવે કે ધનના ઢગલા કમાવવાના છોડી તે તેની સાથે જ જીવે. એ રસ લગાડવો આપણા હાથની વાત છે. ઘણી વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જો ગાળશો તો તે તપરૂપ નીવડશે. અને શું કરવું તે આપોઆપ
સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશેજી.” (બો.૩ પૃ.૩૨૪) વેદના વખતે ખામીઓ જણાય તે દૂર કરે તો સમાધિમરણ થાય “ “ધીરજનાં ફળ મીઠાં છે' એવી કહેવત છે. એ લક્ષ રાખી જે જે કર્મના ફળરૂપે ભોગવવાનું આવી પડે તે સમતાપૂર્વક સદ્ગુરુમાં લક્ષ રાખી ભોગવી લેવાની શુરવીરતા શીખી રાખેલી મરણ વખતે કામ લાગે છેજી. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તો તે પ્રસંગને પહોંચી વળાય તેનો કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના અવારનવાર
શ્રીમદ્ રાજચંદ્ર ખાંપમાં
Rાસ