________________
૧૮૮
સમાધિમરણ
પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે, અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે તે વેદનાનો કાળ પૂરો થયે કે તે દરમ્યાન તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માનો ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના હૃદયમાં જાગી છે તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવા યોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યે જ છૂટકો છે. માટે વિશેષ પુરુષાર્થ સ્કુરાવવાની જરૂર છે. પ્રમાદમાં તે પ્રમાદમાં અનંતકાળ વહી ગયો.” (બો.૩ પૃ.૩૨૬)
સમાધિમરણની તૈયારી ચૂકાય નહીં એ મુમુક્ષુનું પહેલું કર્તવ્ય “પૂ. મંગળભાઈનો દેહ અચાનક છૂટી ગયો. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહીં થતો હોય? આખરે ધર્મ સિવાય કંઈ જીવને આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ બળ ધર્મઆરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઈથી દાક્તરો બોલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કોઈ બચાવી શકતું નથી. આ પ્રસંગ પ્રગટ ઉપદેશરૂપ જાણી સર્વ મુમુક્ષજીવોએ ચેતવા જેવું છે. આસક્તિ ઓછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણભાવ અને અનન્ય નિષ્ઠાની દ્રઢતા કરી લેવા જેવું છેજી. બીજી બધી તૈયારીઓ કરતાં સમાધિમરણની તૈયારીનો લક્ષ ન ચુકાય એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિનો પરવસ્તુઓનો, દેહાદિનો અધ્યાસ એકદમ છૂટે એવો નથી, પણ તે છૂટ્યા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તો એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાનો લક્ષ સતત રાખવો ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
(બો.૩ પૃ.૩૩૨) જે થવાનું હોય તે જરૂર થાય, શોક
કર્યું કાંઈ વળે નહીં બ્રહ્મચારી પૂ. સૂરજબહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુઃખી દેખીને કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમત મરદા તો મદદે ખુદા' વગેરે વચનો કહી કહ્યું કે આમાં શું ગભરાઈ જાય છે? મોટા પુરુષોને કેવાં કેવાં દુઃખ આવી પડેલાંરામને વનવાસ, પાંડવોને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે