________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
પરમકૃપાળુદેવે “શ્રી સુભાગ્ય પ્રેમ- સમાધિમાં વર્તે છે” એમ ઘણા વર્ષ પહેલાં જણાવ્યું છે.
“પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાની કહે, નિજ કો અનુભી બતલાઈ દિયે.”
એવો પરમ પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીજીને પણ હતો. તે પોતે પોતાના અંતરની વાત દિવાળીના દિવસે સ્પષ્ટ પ્રકાશે છે. તે આ પ્રમાણે છે :
અમને રોમ રોમ એક પરમકૃપાળુદેવ જ પ્રિય છે
દીપોત્સવી, સં.૧૯૯૦
“અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે.
તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે – બાળાભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.” (ઉ.પૃ.૩૫૮) પરમકૃપાળુદેવે જેવો આત્મા જાય તેવો
મારો પણ શુદ્ધ આત્મા છે
“એમ દૃઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાતથ્ય જ્ઞાની પરમકૃપાળુદેવે અને