________________
૨૦
સમાધિમરણ
-3:
0)
રાગ તીવ્ર કર્મ બંધનનું કારણ, એના ક્ષયથી આત્મસિદ્ધિ “ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” (મોક્ષમાળા વ.પૃ.૯૦)
શુભ રાગ પણ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટવામાં બાધક થયો તો સંસારી એવા પામર જીવોનો અશુભ રાગ તેમને કેટલું દુઃખ આપતો હશે? તો કે ઘણું દુઃખ આપે છે અને અનંત સંસાર વધારે છે.
પણ શરૂઆતની ભૂમિકામાં સંસારી જીવોને, અશુભ રાગનો ત્યાગ કરી પ્રથમ નિરાગી એવા સત્પરુષમાં જ ગૌતમસ્વામીની જેમ શુભરાગ કરવા જણાવ્યું છે, કે જેનું ફળ અંતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેવું આવે છે. શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું છે કે –
“રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારો જી; નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી;
નેમિ જિસેસર નિજ કારજ કર્યું.” દેવચંદ્રજી કૃત અર્થ -રાગી એવા સંસારી જીવો પ્રત્યેના રાગથી સંસાર વધે છે. પણ નીરાગી એવા
પરમાત્મા પ્રત્યેના રાગથી જીવ ભવનો એટલે સંસારનો અંત પામે છે. માટે પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે :“રાગ કરવો નહીં; કરવો તો
સન્મુરુષ પ્રત્યે કરવો.”
અર્થ :–વીતરાગભાવે રહી શકાતું હોય તો કોઈ પ્રત્યે રાગ કરવાની જરૂર નથી. પણ જો ન રહી શકાતું હોય તો રાગ સપુરુષ પ્રત્યે કરવો. કેમકે તે એક પક્ષી રાગ હોવાથી અંતે સમ્યક્રર્શન પ્રગટ થઈ તે રાગનો નાશ થાય છે. જેમકે
શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યગ્દર્શન તો મરણ પહેલાં, થોડા દિવસ ઉપર જ થયું હતું. પરંતુ