________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા.
૧૯
વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા : “હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોય નહીં. મારી પ્રીતિ સામી તમે દૃષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહોતું.’’ એવા
તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢ્યા. “હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન વૃષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.’’
એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા.’’ (મોક્ષમાળા વ.પૃ.૯૦)