________________
સમાધિમરણ
અનંતા જ્ઞાનીએ જાણ્યો છે તેવો મારો આત્મા છે. પરમકૃપાળુદેવે જે આત્મા દીઠો છે, તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું
આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે, કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તેથી હવે મારે માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય ! પછી ગમે તો દુઃખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી એ શ્રદ્ધા અચળ રહો.
૨૨
“સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી;
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહેર કાઢી.”
ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય.’’ (ઉ.પૃ.૩૫૮૯) જેને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ તે પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીને
પૂજ્યભાવ
‘વ્રત-નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી. ‘બ્રહ્મ સત્યે નગણ્ મિથ્યા’— આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે સમકિત છે, એ એક જ સત્ય છે. દિવસ હોય છતાં જ્ઞાની રાત કહે તો તે પ્રમાણે, પોતાના વિકલ્પો મૂકીને, રાત
કહે એવી શ્રદ્ધાવાળા જીવો કૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ.
જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.'' (ઉ.પૃ.૩૫૯)
ઉપરના ઉપદેશમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે
‘બાળાભોળાનું કામ થશે, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.’ એવા