________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્ય દેહ’
જ ઉચ્ચાર આપતો હતો. છેવટના વખતે ફક્ત પાંચ જ વાર માથાશ્વાસ થઈ શરીર ખેચાયું હતું
અને સહેજવારમાં જીવ હતો નહોતો થઈ ગયો હતો.”
જે દેહને મૂકવો છે તે પ્રત્યે કેટલું મમત્વ, આ જીવની કેટલી મૂઢતા.
“અહોહો! હે પ્રભુ! તે વખતનો ચિતાર આ લેખકને વારંવાર હજ સ્મૃતિમાં આવ્યા કરે છે.
જે દેહને પંપાળવાનું કહેતા હતા, તે જ દેહને મૂકીને જરાવારમાં ચાલ્યા ગયા. એવો એ પવિત્ર ખુશાલદાસનો આત્મા જતો જોઈ આ લેખકને બહુજ સ્મરણ થાય છે કે જરા વારમાં ફના થઈ જવાનું છે. આખો એ દેહ મૂકી જવો છે. અને આ જ દેહ પ્રત્યે મમત્વ કરાય છે. એ તે આ જીવની કેટલી અનંતગણી મૂઢતા કહેવાય !’’
૮૧
કોઈની લાજ કે લોકભય વિના મને પત્રો વાંચી સંભળાવજો
“પંદર દિવસ થયા પવિત્ર વચનામૃતો સંભળાવવાનું થયું હતું અને એમને પણ એ જ પ્રિય હતું. બીજાં પુસ્તકો સાંભળવાની ઇચ્છા થોડી રહેતી હતી અને પોતે જણાવ્યું હતું કે કોઈની લાજ કે લોકભય રાખશો નહીં. પ્રગટપણે મને પત્રો વાંચી સંભળાવજો. મને લોકભયની જરૂર નથી. મરણના દિવસે ચાર વાગ્યે તો કીલાભાઈને કહ્યું હતું કે જો જો આ પુસ્તકની (વચનામૃત ની) આશાતના ના થાય. ત્યારે ચિત્રપટનું દર્શન અપાતું હતું. આવા કારણમાં કુટુંબા દિક વિશેષ પ્રતિકૂળ નહોતા રહેતા.
જે પત્રમાં (પરમ કૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાં) પોતે સહી કરી હતી, તે પત્રના ઉત્તરની વિશેષ ચાહના હતી. અને ટપાલનો સમય થયે રોજ માણસને ટપાલ માટે મોકલતા હતા. પોતે તે સ્મૃતિ આપતા હતા, પણ નગીનનો પત્ર આવ્યા પછી પત્રની વિશેષ આશા એમણે મૂકી હતી.’’
આવા પ્રકારે આ દેહથી રહિત થવાનું છે, ક્ષણવારમાં ચાલ્યા જવાનું છે, એમ પ્રત્યક્ષ જોતાં છતાં અને જવું છે એ વાત ખરી છે એવું માનતા છતાં, એવું યથાર્થ મનાતું નથી. આ જીવને જરાપણ વિચાર થતો નથી કે પાછું વાળી જોતો નથી, એ આ આત્માનું કેટલું