________________
૮૦
સમાધિમરણ
નીકળવાથી ખુશાલદાસનું ચિત્ત એમાં પરોવાયું હતું. જે એક કલાક એ વાતનો પ્રસંગ રહ્યો હતો. કીલાભાઈનું ચાર વાગ્યે આવવું થયું હતું. તે વખતથી પ્રથમની વાતનું સમાધાન કરી છ પદનો પત્ર વંચાવવો શરૂ કર્યો હતો. તે થોડો અધુરો રહ્યો તે વખતે કહે કે હવે મને ઊંઘ આવે છે. કીલાભાઈએ કહ્યું કે હવે થોડો પત્ર બાકી છે. તે પૂરો થયે ઊંઘી જજો. ત્યાં સુધી બિચારા જીવે યત્ન તો ઘણું કર્યું પણ અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું. ત્યાં દુઃખના આવેશથી આંખો ઢળી પડવા માંડી અને પાંચ વાગ્યાના સુમારે દેહ નાખી દીધો એટલે કે અત્યંત પીડામાં પ્રવેશ કર્યો. આ સઘળી હકીક્ત બબ્બે કલાકે મંગાવતો રહેતો હતો.”
અંત સમયે હું શરણ આપતો, તે સાંભળી માથું હલાવી હા કહેતા હતા
પણ આજે જ તેમનો દેહ છૂટી જશે એવું કોઈના કલ્પવામાં આવેલ નહીં. અને તે દિવસે સારું વર્તાયું હતું. તેથી મારા મનમાં એમ હતું કે તેવે વખતે જઈશ અને મને પણ શરીરની અશાતાનું કારણ હતું.
ચાર વાગ્યે સ્ત્રીઆદિકની સ્વાર્થિક ગરબડની વાત સાંભળી એમ વિચાર થયો હતો કે આ વખતે એ બિચારા આત્માનું એમાં ચિત્ત ક્યાં પરોવાયું; માટે હું જાઉં. વળી વાળુ કરી જવાય તો રાતના દશ વાગ્યા સુધી એમની સમીપ રહી શકાય. એમ ધારી એક પત્ર લખી રાખ્યો. તે એમના વાંચવામાં આવે તો ઠીક. કારણકે વાંચી શકવાની અથવા સ્લેટમાં લખવાની એમની શક્તિ હતી. તે પત્ર લખી વાળુ (જમી) કરી પાંચ વાગ્યે ત્યાં ગયો. ત્યાં જઈને જોયું તો શરીર નાખી દીધું હતું.
તેમ વધારે વાર સાંભળવા જેવી સ્થિતિ નહોતી. તેથી બે બે મિનિટે, એક શ્રી સદ્ગુરુનું શરણું સહાયકારી છે. એ જ શરણું સાચું છે, એમ ઉચ્ચાર આપતો હતો. જે ઉચ્ચાર પોતે સાંભળી, આંખ ઉઘાડી, માથું હલાવી હા કહેતા હતા.અને તેમ મરણના પાંચ મિનિટ અગાઉ સુધી રહ્યું હતું. વારંવાર તે