________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
આ નિદાનથી તે મરીને ઉગ્રસેનનો પુત્ર કંસ થયો. મોટો થતાં તેણે માતાપિતાને કારાગૃહમાં નાખી મથુરાનું રાજ્ય પોતે લીધું. આગળ ઉપર શ્રી કૃષ્ણને હાથે તેનું મરણ થયું.
2008
૧૦૯
આમ વસિષ્ઠ મુનિ નિદાનના ભાવથી ભવમાં ભમ્યા પણ સિદ્ધિ ન પામ્યા.’’ (અષ્ટપ્રાભૂતમાંથી) અંત વખતે વાંચન અથવા સ્મરણમંત્રથી કલ્યાણ
“મુનિ મો—ધારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. ‘સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાત્મસ્વરૂપ.' એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર હોય તો વિશેષ લાભ છે.’’ (ઉ.પૃ.૨૮૪)
ઉત્તમ પુરુષોની સેવામાં ગ્લાનિ ન લાવે તો ધર્મ પામે “વિચિકિત્સા—એ ત્રીજો દોષ. તેમાં મુનિરાજનાં મળમૂત્રાદિ વિષે ગ્લાનિ કર્તવ્ય નથી, પણ વિનય એ મોટો ગુણ છે, ધર્મ પામવાનું કારણ છે.’” (ઉ.પૃ.૨૮૮)