________________
૧૧૦
સમાધિમરણ
પ્રભુશ્રી–ગ્લાનિ એટલે શું ? મૂનિ મો–વિચિકિત્સા, દુર્ગચ્છા. પ્રભુશ્રી–સમ્યજ્ઞાનાદિમાં ગ્લાનિ શું ? મુનિ મો–પ્રમાદ, મંદ ઉત્સાહ, અભાવો, અણગમો વગેરે.
પ્રભુશ્રી–એ પ્રમાદ, મંદ ઉત્સાહ, અધીરજ, કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું, વગેરે દોષો છે. તે દૂર કરવાથી સમ્યત્વની શુદ્ધિ થાય છે.” (ઉ.પૃ.૨૯૦)
કરેલ પુરુષાર્થ કદી અફળ જવાનો નથી “[‘ગોમટ્ટસાર'માંથી લેશ્યા માર્ગણાના ગતિ અધિકારના વાંચન પ્રસંગે]
મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે ? એકેન્દ્રિયમાંથી આવી એક ભવમાં મોક્ષે ગયા તે જીવે કંઈ કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને ? કોઈ કોઈ કેવા કેવા સંજમ પામીને પણ આખરે હરણના કે એવા ભવમાં જાય છે. તેવી લેણ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંધાઈ જવાથી તેમ થાય છે. પણ કરેલું નકામું જતું નથી. ત્યાંથી મનુષ્યભવ પામી તે ભવે મોક્ષે જાય છે. કંઈ કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી ! માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડુંઅવળું જોવા જતાં પાર આવે તેમ નથી.” (ઉ.પૃ.૨૯૪)
જેટલો વખત સ્મરણમાં કે ભાવનામાં જાય તે લેખામાં મુમુક્ષ-બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુઃખ થતું ત્યારે મંત્રના જાપની ઇચ્છા, ભાવના તો રહેતી. પણ બાપ રે ! અરેરે ! એમ બોલાઈ જતું તેનું કેમ હશે !
પ્રભુશ્રી–જે ભાવના રહે છે તે કંઈ ઓછું નથી. અપરિણામિક મમતા જેવું છે. પણ પછી શરીર ઠીક થવા આવ્યું એટલે તો પાછો બીજા કર્મનો પ્રવાહ બંધ પડ્યો હતો તે શરૂ થયોને?— આ બોલાવે છે, આ અમુક લાવ્યા, આ કામ છે, ને આ લેશોને ? એ ગડમથલમાં સ્મરણ પણ રહેવું કઠણ થઈ પડે. માટે મંદવાડ પણ હિતકર્તા થઈ પડે છે. મટ્યા પછી ઠીક થયું એમ તમને લાગતું હશે પણ આ પાછી ઉપાધિ આવીને વળગી, લફરાં બાંધેલાં તે બધાનું દેવું ચૂકવવું પડે ને ? પણ જેટલો વખત સ્મરણમાં અને ભાવનામાં
ગયો તે લેખામાં ગયો.” (ઉ.પૃ.૨૮૪) જેટલી પરપદાર્થમાં આસક્તિ તેટલું મરણ વખતે આર્તધ્યાન વિશેષ
જેણે સંકોચી લીધું છે તેને દેહમાંથી નીકળતાં વાર નહીં લાગે. જેણે જ્યાં ત્યાં પ્રેમ, પ્રીતિ, વાસના વિસ્તારી છે તે રિબાઈ રિબાઈને દેહમાંથી નીકળશે.” (ઉ.પૂ.૩૭૪).