________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
દેહના બધા અંગો તથા સગાંવહાલાં મારા નહીં, હું તો અરૂપી ચેતન છું “આ દેહ હાથપગ તે હું નહીં; દેહમાં વ્યાધિ થાય, પીડા થાય તે મને નહીં; તેમ જ આ ભવનાં સગાં-વહાલાં તે મારાં નહીં. હું એ સર્વથી જુદો આત્મા છું, એમ જાણવું તે જ્ઞાનીની આજ્ઞા છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં. હું અરૂપી ચેતન છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે.’’ (ઉ.પૃ.૪૨૭)
રોગ વખતે જેટલી શ્રદ્ધા અને સમજણ હશે તેટલું સમભાવથી સહન થશે
૧૧૧
“અઢાર પાપસ્થાનકમાંથી રિત-અરિત ન થાય તે ઉપર ખાસ લક્ષ આપવું. અત્યારે તો બધું સુખ છે. પરંતુ જ્યારે રોગ આવશે ત્યારે અકળામણ થશે, કંઈ ગમશે નહીં. ક્યાં જવું? શું કરવું? જીવ નીકળી જશે ? એમ થશે. તે વખતે શ્રદ્ધા હશે, જ્ઞાન હશે તો સમભાવથી રહી શકાશે.’’
(ઉ.પૃ.૪૦૭)
હાડકાં, ચામડાં, આત્મા નથી. આત્માનું સુખ અચિંત્ય છે. માટે ધર્મ કરી લો “જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુધી ધર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહાદુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ધર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુધી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે. ખાતાં, પીતાં, હરતાં, ફરતાં એક ચાવી આવી ગઈ છે એવા જ્ઞાની બંધાતા નથી.’’ (ઉ.પૃ.૩૬૯)
કાળ હાથમાં છે, ઘીંગો ઘણી મળ્યો છે તો આત્માનું કામ કરી લો
“મરણ ન હોય તો કંઈ વાંધો નહીં. પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. તો જેટલો કાળ હાથમાં છે તે નકામો જવા દેવા જેવો નથી. આટલું આવખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. બધાને ખાતર કાળ ગાળો છો તો આને ખાતર, આત્માને ખાતર આટલું નહીં કરો? સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં—ન બને તેનો ખેદ રહેવો જોઈએ. કૃપાળુદેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે?
ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ? વિમલ જિન દીઠાં લોયણ આજ.”
એમ મોટા પુરુષોએ પણ કહ્યું છે. શરણાની ય બલિહારી છે ! એ જ કર્તવ્ય છે. એને જ સમકિત કહ્યું છે.’” (ઉ.પૃ.૩૨૫)