________________
૧૧૨
સમાધિમરણ
મરણ ક્યારે આવશે તેની ખબર નથી માટે શીધ્ર આત્મકલ્યાણ કરવું પુત્રવઘુનું દૃષ્ટાંત-શેઠની પુત્રવધુએ મુનિરાજને પ્રશ્ન કર્યો કે આટલી સવારમાં જ ઉતાવળ કેમ? મુનિરાજે ઉત્તર આપ્યો–સમયની ખબર નથી. પછી મુનિરાજે કહ્યું–બહેન! તારી ઉમર કેટલી? પુત્રવધૂ કહે–એક વર્ષની. તારા પતિની? તો કે છ મહિનાની, તારા સાસુની કેટલી ? તો કે એક મહિનાની અને તારા સસરાની કેટલી? તો કે હજુ એમનો તો જન્મ જ થયો નથી.
એક પ્રશ્ન ફરી મુનિરાજે પૂછ્યું કે તાજુ ખાઓ છો કે વાસી? પુત્રવધૂએ જવાબમાં કહ્યુંગુરુદેવ, વાસી જ ખાઈએ છીએ. હજુ કંઈ નવી કમાણી કરી નથી.
શેઠ આ બધું સાંભળી ઘૂંઆપૂંઆ થઈ ગયા શેઠ તો આ બધું સાંભળીને છક થઈ ગયા કે આ શું બોલે છે? શું હજુ મારો જન્મ જ નથી થયો. શેઠને ઘણો ગુસ્સો આવ્યો અને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો વિચાર કર્યો. એક