________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૧૩
ભાઈએ શેઠને કહ્યું કે આ બધી વાતોમાં કોઈ ગૂઢ રહસ્ય જણાય છે. માટે મુનિરાજને જ પૂછવું જોઈએ કે જેથી આનું વાસ્તવિક સમાધાન થાય. પછી શેઠે મુનિરાજને પૂછ્યું કે આ બધી વાતોમાં શું રહસ્ય છે ? તે અમને કૃપા કરી સમજાવો.
TO
ત્યારે મુનિરાજ બોલ્યા—તમારી પુત્રવધૂએ પ્રથમ પ્રશ્ન કર્યો કે સવારમાં જ આટલી ઉતાવળ કેમ? તેનો અર્થ એમ છે કે આટલી નાની ઉંમરમાં જ તમે દીક્ષા કેમ લીધી ? મેં જવાબમાં કહ્યું કે મરણના સમયની ખબર નથી, કાલે પણ આવી જાય. અને જેની જેટલી ઉમર બતાવી હતી તેનો આશય એમ છે કે ત્યારથી તેને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે અને તેટલું જ તેનું સાચું જીવન ગણાય. બાકી તો બધું પશુ સમાન જીવ્યા ગણાય. શાસ્ત્રમાં કહ્યું છે કે—ધર્મેણ હીના પશુભિઃ સમાનાઃ’ જે ધર્મથી રહિત છે તે પશુ સમાન છે.