________________
સમાધિમરણ
અમે વાસી ખાઈએ છીએ એનો અર્થ એમ છે કે અમે હજુ પૂર્વભવની કમાણી જ ખાઈ રહ્યા છીએ, નવી કમાણી કંઈ પુણ્ય માટેની કરી નથી.
શેઠ આ બધા સવાલોના જવાબો સાંભળીને ઘણું આશ્ચર્ય પામી ચકિત થઈ ગયા કે શું મારી પુત્રવધૂ આટલી બધી વિદૂષી છે—વિદ્વાન છે!’’
મરણ સમયે મંત્રમાં ચિત્ત રહે તો જન્મમરણથી છૂટે
“ ‘સહજાત્મસ્વરૂપ’ એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. (ઉ.પૃ.૩૫૧)
૧૧૪
કૂતરો પણ આત્મા છે. મંત્ર સાંભળવામાં વૃત્તિ જોડાઈ તો યક્ષોના ઈન્દ્રની પદવી પામ્યો એક કૂતરાનું દૃષ્ટાંત--‘બ્રાહ્મણોએ રસોઈ બનાવેલી ત્યાં એક કૂતરો આવી ચઢ્યો. ત્યારે તે કૂતરાને બ્રાહ્મણે એવો માર્યો કે તે બિચારો લથડતો લથડતો રસ્તામાં આવીને પડ્યો. ત્યાં એક જિનેન્દ્રકુમાર નામનો શ્રાવક આવ્યો. તેણે રસ્તા પર પડેલા આ કૂતરાને જોયો. તેની પાસે જઈને તેને મંત્રસ્મરણ સંભળાવ્યો. મંત્ર સાંભળતાં તે શાંત થઈ ગયો. અને તેનો દેહ છૂટી ગયો.
તે મરીને સુદર્શન નામનો યક્ષોનો ઇન્દ્ર થયો. તેણે ઉપયોગ દઈને જોયું તો આ બધો ઉપકાર શ્રી જિનેન્દ્રકુમારનો
છે. એમ જાણી
તરત જ તે
જિનેન્દ્રકુમાર પાસે આવ્યો. નમસ્કાર કરી કહ્યું કે મને આપે ઓળખ્યો? હું પેલો કૂતરો છું જેને આપે મંત્ર સંભળાવ્યો હતો. મંત્રના પ્રભાવથી હું ઇન્દ્ર થયો છું. હવે આપનો હું શું પ્રતિઉપકાર કરું અથવા શું કામ કરું?
જિનેન્દ્રકુમારે કહ્યું મારે કંઈ જોઈએ નહીં. જૈન ધર્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ સારભૂત નથી. કામ પડશે તો બોલાવીશ. પછી જિનેન્દ્રકુમારને કર્મવશાત્ ઘણા કષ્ટ પડ્યા હતા અને તેમાં સુદર્શન ઇન્દ્રે ઘણી મદદ કરી હતી.’’