________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૧૫
માથે મરણ તાકી રહ્યું છે માટે સમાધિમરણની શીઘ્ર તૈયારી કરવી
“જે જે જન્મ્યા છે તે દરેકને કાઈ ને કોઈ નિમિત્તે મરણ તો અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયધારી એવા શ્રી તીર્થંકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી, તો આયુષ્ય ભોગવાઈ રહેતાં પ્રાપ્ત થતાં મરણને રોકવા અન્ય કોઈ સમર્થ છે ? કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા યોગ્ય છે. વહેલે કે મોડે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ સદ્ વિચાર, કષાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સંતસમાગમ, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય-ઉપશમ આદિનું આરાધન આજથી આપણે કરી લેવા યોગ્ય છે. જો આટલો ભવ સમ્યક્ત્વરૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે તો અનેક ભવનું સાટું વળી રહેવા યોગ્ય છેજી.’’ (ઉ.પૃ.૧૧૯) ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે
માણવામાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન પુ લેસરમાં
---
“વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. વિભાવ પિરણિત જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલો કાળ સ્વભાવદશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે.”
(ઉ.પૃ.૧૨૦)
અનંતગણો ખેદ આપણા આત્માની અધમદશાનો કરવા યોગ્ય છે
“આમ દૃષ્ટિ ફેરવીને જીવ જુએ તો લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયોગ કરતાં અનંતગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની અધમ દશા છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળ જ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વ