________________
૧૧૬
સમાધિમરણ
સ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિનો ધણી આપણો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હીનવીર્યવાળો, પરાધીન, પુદ્ગલનું જ બહુમાનપણું કરનારો કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલો પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! તેનો વિચાર કરીએ. આપણા આત્માની દયા આપણે નહીં ખાઈએ, તેના હિતની ચિંતા નહીં કરીએ તો આપણે વિચારવાન શાના ? અનાદિકાળથી જે ભૂલ ચાલી આવી છે તે ભૂલ કઈ ? અને એ ભૂલ કેમ ટળે તેનો વિચાર મુમુક્ષુ જીવો કરે છે.” (ઉ.પૃ.૧૨૦) આ દુખમય સંસારમાં સુખની ઇચ્છા રાખવી તે રેતી પીલીને તેલ કાઢવા બરાબર
આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી, સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. તો પછી એવા આ સંસારમાં સુખની ઇચ્છા રાખવી એ રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. જે જે સુખની જીવ ઇચ્છા કરે છે તે ખરી રીતે દુઃખરૂપ છે એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે. તેથી બાળક જેમ અફીણને મીઠાઈ ધારી મુખમાં મૂકવા જતું હોય તેને માબાપ રડાવીને પણ પડાવી લે છે તેમ જ્ઞાની પુરુષો, આ પુદ્ગલિક સુખની જીવ ઇચ્છા કરે છે તેને, ઠપકો આપીને, ઉપદેશ આપીને તે પરવસ્તુની ઇચ્છા છોડાવી દે છે.” (ઉ.પૃ.૧૩૦)
શરીરાદિમાં અહંભાવ મમત્વભાવ એ
પર્યાયવૃષ્ટિ જન્મ-મરણ ઊભા કરે છે અનાદિકાળથી જીવ પર્યાયવૃષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે તેથી શરીર આદિક પર્યાયોમાં અહંભાવ-મમત્વભાવ કરી તેમાં હર્ષ-શોક, રાગદ્વેષ કર્યા કરે છે, તેથી જન્મ-મરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત એવી પર્યાયવૃષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે. છતાં આ જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સમ્યત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે.”
(ઉ.પૃ.૧૩૦) આત્મામાં આત્મબુદ્ધિના અભ્યાસથી જીવનો સહેજે મોક્ષ “સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યદ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. જ્યારે પર્યાયવૃષ્ટિ દુઃખકારક, જન્મ-મરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું