________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૧૭
સાધન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહજે થાય એમ છે. દ્રવ્યદ્રષ્ટિથી આત્મા કોઈનો પિતા નથી, માતા નથી, પતિ નથી, પત્ની નથી, ભાઈ નથી; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, જન્મતો નથી, મરતો નથી, નિર્ધન નથી, ધનવાન નથી, ભૂખ્યો નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરવ્યથી ભિન્ન, અસંગસ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની જ માન્યતા થઈ જાય તો આ ભવ સફળ થઈ જાય.” (ઉ.પૃ.૧૩૦) આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના એજ ઉત્તમ તપ, જપ, ભક્તિ, ધ્યાન, સંચમ છે
“આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી, પર્યાયવૃષ્ટિથી મોહ થાય છે તે મનમાંથી તોડી નાખીને, મારું કિંઈ નથી એમ માની, હું મરી ગયો હોત તો જેમ આ મારું ન માનત તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી, યથાપ્રારબ્ધ જે વહેવાર કરવો પડે તે ઉપરઉપરથી નિમહીપણે કરવા યોગ્ય છેજી. વિનય, સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ધારણ કરી સમતાભાવમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્યો કાર્યે જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે.” (ઉ.પૃ.૧૩૦)
અનંતગણી વેદના જીવે નરક નિગોદાદિમાં ભોગવી છે “સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખુંદવું એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણી વેદના જીવે નરકનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી.” (ઉ.પૂ.૧૨૨)
પરમ આનંદ-સ્વરૂપ એવા આત્માનું વર્ણન થઈ શકે નહીં “આત્મા કદી મરતો નથી, જન્મતો નથી; ઘરડો નથી, જુવાન નથી; સ્ત્રી નથી, પુરુષ નથી;