________________
૧૦૮
સમાધિમરણ
નગરજનોને ઘોષણા કરી કે બીજા કોઈએ આહાર દેવો નહિ. હવે જ્યારે પારણાના દિવસે મુનિ નગરમાં આહાર માટે આવ્યા ત્યારે અગ્નિનો ઉપદ્રવ દેખી અંતરાય જાણી, આહાર લીધા વિના મુનિ પાછા ફર્યા. બીજે માસે પારણાના દિને મુનિ આહાર માટે આવ્યા ત્યારે હાથીનો ક્ષોભ જોઈ ફરી અંતરાય જાણી પાછા ફર્યા.
ત્રીજીવાર પારણાના દિને મુનિ આહાર માટે આવ્યા ત્યારે રાજા જરાસંઘનો પત્ર આવેલો જેથી ઉગ્રસેનનું ચિત્ત વ્યગ્ર હતું જેથી મુનિને તેમણે સત્કાર્યા નહિ. તેથી મુનિ અંતરાયથી ફરી પાછા વનમાં ફર્યા.
R છે
[P
I_ોમ
ત્યાં નગરમાં લોકોને વાત કરતા સાંભળ્યા કે આ રાજા મુનિને આહાર દેતો નથી અને બીજાને પણ આપવા દેતો નથી. આ સાંભળી મુનિને ક્રોધ વ્યાપ્યો.
તેમણે નિદાન કર્યું કે મારા આ તપના ફળમાં હું આ રાજાનો પુત્ર થઈ તેનો નિગ્રહ કરું અને તેનું રાજ્ય ભોગવું, એમ હોજો.