________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૦૭ પ્રત્યે અથવા દેવ-ગુધર્મ પ્રત્યે કરવો. દ્વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા.” (ઉ.પૃ.૪૩૪)
મહા વેરી એવા ક્રોઘ, માન, માયા, લોભને મોક્ષમાર્ગે જનારને મૂકવા
“ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોધથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોધ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ધર્મનું મૂળ છે. વિનય છે, લઘુતા છે–છોટા છે તે મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ધર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. “કોહો સવ્વ વિપાસનો’ લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયોનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વધનારે બધા મૂકવાના છે.” (ઉ.પૃ.૩૬૯)
લાખ વર્ષનું કરેલું તપ પણ ક્રોઘથી નષ્ટ થઈ દુર્ગતિ આપે વસિષ્ઠમુનિનું દૃષ્ટાંત-“પ્રથમ તાપસી દીક્ષા લીધા પછી ચારણમુનિના ઉપદેશથી વસિષ્ઠ મુનિએ જિનદીક્ષા લીધી હતી. મહિના મહિનાના ઉપવાસ સહિત તે આતાપન યોગ લઈ તપ કરતા હતા. મથુરા નગરીના રાજા ઉગ્રસેને આ તપસ્વી મુનિથી પ્રભાવિત થઈ તેમને મહિનાના ઉપવાસ પૂરા થાય ત્યારે પારણું કરવા પોતાને ત્યાં પધારવા વિનંતિ કરી.
?
કે