________________
૨૯૮
સમાધિમરણ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિ-મરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થ ય
; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩ અર્થ :- સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાધિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો.
જીવન પર્યત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભૂલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે. અથવા બાળક બાર મહિના ભણીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. આવા
જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યરૃપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું; વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી, “સમજ્યા ત્યાંથી સવાર” ગણી મન વાળે આત્મસ્વરૂપ
ભ ણ ૧ અર્થ :- જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી થઈ. તેમ જીવનપર્યત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંધ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ ક્ષાયિક સમકિતી હોવા છતાં નરકાયુ બંધના કારણે મરણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા.
માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે.
“વિચારવાન પુરુષો તો કેવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. (વ.પૃ.૫૧૦)
રાત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત્ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. પાકા.
જન્મ મહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે;