________________
શાવાદ
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ'માં આપેલ સમાધિમરણ'
વિષેની અદ્ભુત સમજણના બે પાઠ ૫૨ અને ૫૩
(વિવેચન સહિત) સમાધિ-મરણ
ભાગ-૧
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ)
*
શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ વંદું સહજ સમાધિ ચહી, સદ્ગુરુચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા,
તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા? ૧
૨૯૭
અર્થ = શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રણામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રહો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દેહ હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે.
“અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) એવા સદ્ગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે ? ।।૧।।
સદ્ગુરુ-બોધે, અંતર્શોધે શુદ્ધ સ્વરૂપ જે ઓળખશે, તેમાં તલ્લીન રહેવાને તે સત્પુરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે; સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉમાંહિ ધરે. ૨ અર્થ = · એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોધે અંતર્રાત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારના ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસશે.
તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં; ત્યારે વ્રત નિયમ સ્વાધ્યાય ભક્તિ આદિ શુભ ભાવમાં મનને રોકશે. તથા વ્રતનું ફળ પણ સમાધિમરણ આવવું જોઈએ; એ નિશ્ચયને મનમાં રાખી પરપદાર્થો પ્રત્યેનો મોહ ઘટાડવા તે પુરુષાર્થ કર્યા કરશે. ૨ા