________________
૧૩૨
સમાધિમરણ
થયો છે ? આવી જ રીતે બધા મહેમાન છે. ઋણ સંબંધે બધા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી–તમે મારાં માબાપ થજો કે દીકરા થજો એવું કોઈ તેડવા ગયું નથી. આવું છે, છતાં અહંભાવ-મમત્વભાવ થઈ જવાથી આખરે રડાકૂટ કરે છે, “મારું” માની દુઃખી થાય છે. અહંભાવ છોડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયો, મા, બાપ માન; પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વપ્ન છે, ખરું નથી. તેવું માનવા માટે કોઈ ના કહી શકે તેવું છે ? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તો ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની ? જોનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણ્યો છે; તે માન ને
બીજા બધાની હોળી કરી નાખ.” (ઉ.પૃ.૪૫૨) મારું તે જાય નહીં; જાય તે મારું નહીં “સમ્યવ્રુષ્ટિ, આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું ? ધીરજ. ગાંઠે બાંધી લો–ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકાછાયાં જેવું છે પણ તેને મારું માનું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું; બાકી બધું પર જાયું. બધાયે જવાના છે–પર્યાયને કેમ મારા માનું ?
જ્ઞાનીએ શું કર્યું છે ? રાગ, દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે ? પૂજાની ઇચ્છા, પુદ્ગલની, પારકાની ઇચ્છા શું રાખવી ? હવે શામાં મોહ કરવો ? મોહ કર્યો કે ફસાયો. નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ? કોઈ કોઈનું નથી.” (ઉ.પૃ.૪૫૮)
નરકના દુઃખોનો નાશ કરવો હોય તો મોહ મૂકી હમેશાં ઘર્મ કરવો સુવ્રત શેઠનું વૃષ્ટાંત-ધાતકી ખંડમાં આવેલા વિજયપત્તનમાં સુવ્રત નામે એક શેઠ રહેતો હતો. રાજા પણ તેને બહ માન આપતો અને ગામના સર્વ વ્યાપારીઓમાં તે અગ્રેસર હતો. તેને સુરમતી નામની શીલવતી પત્ની હતી. એક વખત તે શ્રેષ્ઠી સુખે સુતો હતો. પાછલી રાત્રે નિદ્રા દૂર થઈ તે વખતે તેને વિચાર થયો કે-“હું પૂર્વ જન્મના પુણ્યોદયથી સુખમાં મગ્ન થઈને આ દિવસો નિર્ગમન કરું છું, પરંતુ પરલોક માટે હિતકારી કાર્ય કંઈ પણ કરવું જોઈએ; કેમકે તે વિના