________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૩૧
ઉપસર્ગ શરીરને છે; આત્માને નથી પાંડવોને શત્રુંજય રે, પર્વત ઉપર શત્રુઓએ લોઢાનાં તપાવેલાં બખ્તરો પહેરાવ્યાં, ભયંકર ઉપસર્ગ કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મ ધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા.
પાંડવોએ શું કર્યું ? “આત્મા પોતાનો છે; તે તો અજર, અમર, દેહાદિ કર્મ નોકર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાન-દર્શનઉપયોગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો છે અને ઉપસર્ગ આદિ શરીર ને થાય છે; આત્મા ને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મ ધ્યાનમાં અચળ રહ્યા. - આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે. મરણ તો એક કાળે બધાને આવશે. તો તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો.
સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તોપણ સોનાપણું જતું નથી. તેમ જ્ઞાનીને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તોપણ પોતાનો જ્ઞાનસ્વભાવ તે તજતા નથી.” (ઉ.પૃ.૩૭૨)
શરીરને જોનાર અને જાણનાર એવો આત્મા તે શરીરથી સાવ જુદો.
પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કાંઈ સારરૂપ નથી; છતાં વિકલ્પ કરી કરી “મારું” માને છે. આ દેહ ત્રીસ વરસનો હતો, આજે ઘરડો થયો. આત્મા ઘરડો