________________
૧૩૦
સમાધિમરણ
તે જ આજ્ઞા માન્ય હો!” એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં “સમયે ગોમ મા પમg' એ વાક્ય યાદ રાખીને સમયે સમયે
આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તો એ પુરાણપુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર ‘સહજાત્મસ્વરૂપ' જ છે, અન્ય કાંઈ મારું નથી. અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતરથી (અંતરાત્મા થઈ પરમાત્મામાં જેને દ્રઢ, સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે) દ્રઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંધ સ્ત્રી-પુત્ર, માતા-પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે. (કર્મજન્ય પૌદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે. માટે તે કોઈ મારાં નથી.
મારા તો એક સસ્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ. બીજું કંઈ નહિ માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમય સહજાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.”
(ઉ.પૃ.૪૮૯) સમકિતીને વધારે દુખ આવે તેમ
કર્મની વધારે નિર્જરા.
હે પ્રભુ ! ક્ષણભંગુર દેહ દગો દેનાર છે. કોઈ રોગ લેવા સમર્થ નથી. જીવને કર્મ એકલા ભોગવવાં પડે છે. પણ સમકિતીની બલિહારી છે ! તેને તો જેમ વધારે દુઃખ આવે તેમ વધારે નિર્જરા થાય છે. જેની પાસે ભેદવિજ્ઞાન હથિયાર છે તેનો આખરે જય થાય છે. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી.” (ઉ.પૃ.૧૦૮)