________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૨૯
પછી પાયખાનામાં તે કીડો થયો. પુત્રે પાયખાનામાં જઈ જોયું તો પાંચરંગનો કીડો
ત્યાં દેખાયો. તેને મારવા માટે કોશિશ કરી પણ તે વિષ્ટાના ઢગલામાં અંદર ઊંડો પેસી ગયો. રાજકુમાર દેવરતિને આશ્ચર્ય થયું અને સાથે વિચાર આવ્યો કે રાજા મરીને કીડો થાય તો રાજ્ય કરવાનું ફળ શું? તેથી તેણે વૈરાગ્ય પામી સંસારના આવા બંધનોથી છૂટવા શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. ગમે તેવા હલકા સ્થાનમાં જીવ જન્મ
પણ તેને મરવું ગમતું નથી
એક દિવસ દેવરતિએ પોતાના પિતાની હકીકત મુનિરાજને સંભળાવી ત્યારે મુનિરાજે કહ્યુંજીવ સ્વભાવથી જ જે ગતિમાં જાય ત્યાં પોતાને સુખી માને છે. ગમે તેવા હલકા સ્થાનમાં તે ઉત્પન્ન થયો હોય પણ મરવું તેને ગમતું નથી. તમારા પિતા જીવતા હતા ત્યારે મનુષ્ય શરીરમાં પ્રેમ હતો. હવે તે જીવ કીડારૂપે થયો તો પાયખાનામાં પ્રેમ થયો. સંસારની આવી જ સ્થિતિ છે.
મુનિરાજના માર્મિક ઉપદેશથી સંસારની આવી ભયંકર સ્થિતિ જાણી દેવરતિ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજા મરીને ક્ષણમાં વિષ્ટાનો કીડો થઈ જાય અથવા દેવલોકના સુખ ભોગવી જીવ એકેન્દ્રિય એવા વનસ્પતિકાયમાં જન્મ લે એવા આ સંસારનું વિચિત્ર સ્વરૂપ જાણી દેવરતિ રાજાએ આ સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. અને જન્મમરણથી સર્વકાળને માટે મુક્ત થવા અત્યંત આરાધના કરીને સર્વ પાપોનો નાશ કરી મુક્તિ મેળવી આત્મકલ્યાણ સાધ્ય કર્યું.”
(આરાધના કથાકોશના આધારે) સશુરુની આજ્ઞા પ્રમાણે વર્તી પરભવનું ભાતું બાંઘવું “જીવ મસ્તાન થઈને ફરે છે. પણ મંદવાડ કે મરણ પથારીએ પડશે ત્યારે કયો વેપાર કામમાં આવવાનો છે ? ધનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. સગાં-વહાલાં કે વિષયભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી. તે વિચારી આજ્ઞારૂપ ધર્મ આરાધવા તૈયાર થઈ જવા જેવું છે.”
‘ાળાઘો, ભાઈતવો’ - (ઉ.પૃ.૯૪) હું સહજાત્મસ્વરૂપી આત્મા જ છું; એ માન્યતા સાથે મરણ તે સમાધિમરણ.
“મરણ તો સર્વને છે જ; દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. “મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આ જ આજ્ઞા માન્ય હો! હું કંઈ પણ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને