________________
૧૨૮
રાજા મરીને કીડો થાય, દેવ ચ્યવીને એકેન્દ્રિયમાં જાય; કેવું વિચિત્રપણું!
શુભરાજાનું દૃષ્ટાંત મિથિલા નગરીમાં શુભરાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું
નામ મનોરમા અને તેના પુત્રનું નામ દેવરતિ હતું, તે બુદ્ધિમાન અને ગુણજ્ઞ હતો.
એકવાર મુનિઓ સાથે આચાર્ય પધાર્યા. રાજા શુભ અનેક ભવ્યો સાથે દર્શન કરવા ગયો. ઉપદેશ સાંભળ્યા પછી રાજા શુભે ગુરુમહારાજને પૂછ્યું કે હે ભગવંત! આવતા ભવમાં હું ક્યાં જન્મ લઈશ? ગુરુએ કહ્યું–પાપના ફળમાં તમારો જન્મ પાયખાનામાં પચરંગી કીડારૂપે થશે. તેનું પ્રમાણ આ છે કે તમારા મુખમાં વિષ્ટા
પડશે, તમારું છત્ર ભાંગી જશે અને આજથી સાતમા દિવસે વીજળી પડશે તેથી તમારું મૃત્યુ થશે. ગુરુએ નિર્ભયપણે જેમ થવાનું હતું તેમ કહી દીધું.
e
A
C
સમાધિમરણ
D
એક દિવસે ૨ાજા શુભ નગરમાં પ્રવેશ કરતા ઘોડાનો પગ વિષ્ટા ઉપર પડ્યો અને વિષ્ટા ઉછળી રાજાના મોઢામાં પડી. આગળ જતાં છત્ર ભાંગી ગયું. તેથી રાજાએ પોતાના પુત્રને બોલાવી કહ્યું કે હવે મારા પાપકર્મનો ઉદય થયો છે તેથી મરીને હું આપણા પાયખાનામાં પાંચરંગનો કીડો થઈશ. ત્યારે તું મને કીડા થયેલાને મારી નાખજે જેથી મારી સારી ગતિ થાય.
પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષની વાણી કદી જૂદી પડે નહીં
બધી ઘટનાઓ ઉપરથી રાજાને ગુરુની વાત ઉપર વિશ્વાસ તો આવ્યો છતાં હજી પોતાના ઉપર વીજળી પડે નહીં તેના માટે એક લોખંડની મજબૂત પેટી કરાવીને તેમાં બેઠો અને તેને પાણીમાં મુકાવી. કારણ કે પાણી ઉપર વીજળીની અસર થાય નહીં, અને હું બચી જાઉં. પણ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષની વાણી કદી જૂઠી પડે નહીં. તેથી સાતમા દિવસે આકાશમાં વીજળી ચમકવા લાગી. તે સમયે એક મોટા માછલાએ તે પેટીને ઉછાળીને પાણીની બહાર ફેંકી કે તરત જ તેના ઉપર વીજળી પડી અને રાજાનું મૃત્યુ થયું.