________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૩૩ સર્વ નિરર્થક છે.” એ પ્રમાણે વિચાર કરતાં સૂર્યોદય થયો, એટલે શયામાંથી ઊઠી પોતાનો નિત્યક્રમ કરી તે શ્રેષ્ઠી ગુરુને વાંદવા ગયો. ગુરુને વાંદીને યથાયોગ્ય સ્થાને ધર્મદેશના સાંભળવા બેઠો. ગુરુએ દેશના આરંભી–
આળસ, મોહ, પોતાની પ્રશંસા, અહંકાર, ક્રોધ, પ્રમાદ (નિદ્રા), કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથા, કુતુહલ અને રતિ એ તેર કાઠીઆનો ત્યાગ કરવો.
આ કાઠીઆનો જે ત્યાગ કરતો નથી તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે–પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર પાંચસોને ચોરાશી વ્યાધિઓ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના છેલ્લા પાથડે છે.
ના કરવા,
50
ST
માટે હે શ્રેષ્ઠી! આવાં નરકનાં દુઃખનો નાશ કરવા માટે હમેશાં ધર્મ કરવો, કેમકે પુણ્યનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે–“આ ભારતક્ષેત્રમાં કેટલાય ભદ્ર પરિણામી મિથ્યાદ્રષ્ટિ જીવો પણ છે કે જે અહીંથી મરીને નવમે વરસે મહાવિદેહક્ષેત્રમાં કેવળી થાય છે. માટે તે શ્રેષ્ઠી! સુલભબોધિ જીવને કાંઈ પણ દુષ્કર નથી.” આ પ્રમાણે શ્રેષ્ઠીએ દેશના સાંભળી, ધર્મ આરાધી, સમાધિમરણ કરીને અગિયારમાં દેવલોકમાં દેવરૂપે અવતયૌ. (ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ પૃ.૧૬૫)
પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું-મુનિ આત્મા જોવો આત્મા જોવો. શ્રેણિક રાજાને અનાથીમુનિ પાસેથી આ જ પકડ થઈ હતી. પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું. અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયો. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારો સમુદ્ર આખો ભરેલો હોય, પણ કંઈ કામનો નથી.” (ઉ.પૃ.૩૪૧)
“વીસ હાકર્મ ઝેર ઉતારવા માટે મહામંત્ર “મુમુક્ષુ-વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય?
પ્રભુશ્રી-અનાદિ કાળથી જીવે દેહને જ સંભાળ્યો છે, આત્માને સંભાળ્યો નથી. તે તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તો બધાં મડદાં છે. ભાવ કરવા. જેમ