________________
૧૩૪
સમાધિમરણ
કોઈ મહામંત્ર હોય તેમ “વીસ દોહા” ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે. વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ.” (ઉ.પૃ.૪૭૩)
આત્માથી મોટો કોઈ ઈશ્વર નથી “ઈશ્વર કોણ ? આત્મા. તેનાથી મોટો ઈશ્વર કોઈ નથી. ભીંત ઉપર ઘોડાના ભાવ કર્યા હોય તો ઘોડો જણાય છે. તેમ ‘સહજત્મસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તો કાળે કરીને તેરૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે.” (ઉ.પૃ.૪૫૭)
આત્મા સિવાય જગતમાં એક પરમાણું પણ મારું નહીં અવળું કર્યું ત્યાં જગત દેખાયું. સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે એ જ અવળી દ્રષ્ટિ. દ્રષ્ટિ ફરે તો બધાને જાણનાર-દેખનાર એવો જે આત્મા તેના ઉપર દ્રષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે.
બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારો એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં.” (ઉ.પૃ.૩૮૪)
જડ એવું જગત તે ઝરમર અને ચેતન એવો આત્મા તે અમૃતમય “આત્મા ઉપર પ્રેમભાવ વધારી દેવો જોઈએ. તેનું માહાસ્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ્ય છૂટકો છે. સમજ આવ્યે આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે ?
આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કચ્યું જાય તેમ નથી.” (ઉ.પૃ.૩૮૫)