________________
૧૩૫
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલા અનેક મુમુક્ષુઓના સમાધિમરણના દૃષ્ટાંતો
પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં શ્રી અનુપચંદભાઈ મલકચંદનું થયેલ સમાધિમરણ
ભરૂચના એક અનુપચંદજી નામના વણિક ધર્માત્મા જીવને પરમ કૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો