________________
સમાધિમરણ
૧૩૬
છે તે પત્રાંક ૭૦૨ તેમ જ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે, એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી.” (બો.૩ પૃ.૫૭૧)
પત્રાંક ૭૦૨માં પરમકૃપાળુદેવ લખે છે :–
“વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” “ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂતમતિ મૃત્યુ વખતે વર્તે છે.” પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલી સમાધિમરણની ભાવના તે પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી
“એક દિવસ શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે ૫.પૂ. પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા. ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને જોયા. તેમને ચક્કર આવવાથી સાથેના ભાઈઓએ તેમને સુવડાવી દીધા હતા.
તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા તમને યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું—તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો, એમ ત્રણવાર બોલતા બોલતા જ તેમનો દેહ ત્યાં છૂટી ગયો. એમ પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સાચી સમાધિમરણની ભાવના તે પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે સફળ થઈ.’ શ્રી લઘુરાજ સ્વામી સચિત્ર જીવનદર્શન (પૃ.૩૭)