________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૩૭
શ્રી માણેકલાલ ઘેલાભાઈનું સમાધિમરણ શ્રી માણેકલાલ ઘેલાભાઈ (પ.ક.દેવના ભાગીદાર) પાસે પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી રણછોડભાઈ (ભાઈશ્રી) નારવાળાને સમાધિમરણ કરાવવા માટે મોકલ્યા હતા. તેમણે પણ“શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.”
આત્મસિદ્ધિની આ ગાથા ત્રણ ચાર વખત બોલતાં બોલતાં દેહ ત્યાગ કરી સમાધિમરણ સાધ્યું હતું. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ડાહ્યાભાઈ દેસાઈના સમાધિમરણના અંત સમયે આપેલ હાજરી “અમને અંતસમય ઉપકારી વહેલા આવજો રે,
શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું,
પ્રાણ જતાં પણ ન કરું ન્યારું; મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે. અમને.”
પ્રભુ મારી અંત સમયે સંભાળ લેજો, મને આપનો જ આશરો છે “નડિયાદના મુમુક્ષુઓમાંથી કોઈને તે વખતે ખબર ન હતી કે પ્રભુશ્રી હાલ ક્યાં છે? પરંતુ પ્રભુશ્રીનો અંતરજ્ઞાનપ્રકાશ કોઈ અદ્ભુત હતો. તે દ્વારા તેમણે જોયું કે નડિયાદના એક મુમુક્ષુભાઈ ડાહ્યાભાઈ દેસાઈનો અંતસમય નજીક છે. તે મુમુક્ષુભાઈએ પહેલા આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતિપૂર્વક માગણી કરી જણાવ્યું હતું કે પ્રભુ, મારા અંત સમયે મારી ખબર લેજો. મને આપનો
જ આશરો છે. - અત્યારે તેમનો અંતસમય નજીક જાણી પ્રભુશ્રી શેઠશ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમણે પ્રભુશ્રીની ઘણા ઉલ્લાસભાવે ભક્તિભાવના કરી. ત્યાં બીજા મુમુક્ષુઓ પણ એકત્ર થઈ ગયા. તેમને ધર્મબોધ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષુને અંતસમયે સમાધિમરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે.”