________________
૧૩૮
સમાધિમરણ
પ.પૂ.પ્રભુશ્રીને જોતાં જ આનંદ ઉલ્લાસમાં વેદનાની વિસ્મૃતિ
“જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણ પથારી પાસે પધાર્યા. ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાન વત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમ કૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” એમ
બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય દ્રષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાંથી બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા.
બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીના બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા.
ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોધ એકાદ કલાક સુધી એવી સચોટ રીતે કર્યો કે તે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસ સહિત અંતર મગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિ મરણ રૂપ અપૂર્વ આત્મ શ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા.