________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૩૯
શેઠશ્રી જેસંગભાઈ સાથે તેઓ ત્યાંથી તરત જ નરોડા જવા વિદાય થઈ ગયા. ત્યારપછી તરત જ શ્રી ડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. પરોપીરાય સતાં વિમૂતય:' જાણે આ સૂક્તિને ચરિતાર્થ કરવા જ ન હોય તેમ આ સંતપુરુષ આહારપાણીની કંઈ પરવા કર્યા વગર નડિયાદથી રવાના થઈ બપોરના એક વાગ્યાને સુમારે નરોડા આવી પહોંચ્યા.” તેમના દિવ્ય જ્ઞાનમાં હજુ બીજાનું મરણ
સુધારવાનો દિવ્ય ભાસ “તેમના દિવ્ય જ્ઞાનમાં હજુ બીજા કોઈનું મરણ સુધારવાનું છે એમ પ્રગટ જણાઈ રહ્યું હતું. તેથી તે નરોડામાં આવી તરત જ એક મુમુક્ષુ બાઈ મરણપથારીએ હતી તેની પાસે ગયા. તેને પણ દેહ અને આત્માના ભિન્નપણા વિષે અદ્ભુત બોધ આપી સમતા, ધીરજ, સહનશીલતાપૂર્વક શાંત ભાવે અંતરમગ્ન થવામાં ઉત્સાહ પ્રેરી, અપૂર્વ જાગૃતિમાં આણી સમાધિમરણ-સન્મુખ કરી પોતે ત્યાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી થોડા વખતમાં તે બાઈનો દેહ છૂટી ગયો.
આમ બન્ને આત્માઓના મરણ સુધારી પ્રભુશ્રી તે દિવસે નરોડામાં રોકાઈ બીજે દિવસે અમદાવાદ આવ્યા. થોડા દિવસ ત્યાં રહી ચૈત્ર માસમાં તેઓશ્રી આશ્રમમાં પધાર્યા.” (ઉ.પૃ.૬૬]).
પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશથી ભાઈશ્રી પંડિતનું સમાધિમરણ “અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં શ્રીયુત હીરાલાલ શાહે એક બંગલો બંધાવ્યો હતો. તેમાં બધા મુમુક્ષુઓ સાથે ત્યાં પધારી ભક્તિ કરવા તથા પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા માટે તે પૂ.પ્રભુશ્રીને કોઈ કોઈ વાર વિનંતી કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું.”
સં. ૧૯૯૧ના માગશરમાં એક અપૂર્વ બનાવ બન્યો. અમદાવાદથી ડૉક્ટર શારદાબહેન પંડિત ઘણી વાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા. તેમને પ્રભુશ્રીના સત્સંગ સર્બોધથી સદ્ધર્મનો રંગ લાગેલો જોઈ તથા તેમને વારંવાર આશ્રમના સત્સંગનો લાભ લેવા આવતાં જાણી તેમ જ પ્રભુશ્રીના પ્રભાવથી તેમના જીવનમાં જાગેલી પવિત્ર ધર્મભાવનાઓ જોઈ તેમના એક ભાઈ શ્રી પંડિત કે જે ખાસ ધર્મ પ્રત્યે રુચિવંત તો ન હતા છતાં કોઈ અપૂર્વ પૂર્વ પુણ્યના ઉદયે તે એકદમ ધર્મભાવના સન્મુખ થઈ જિજ્ઞાસુ વૃત્તિથી શ્રી શારદાબહેનને પૂછવા લાગ્યા કે તમે જે મહાત્માના સત્સંગાથે અગાસ આશ્રમમાં જાઓ છો ત્યાં તેમના દર્શનાર્થે આ શુક્રવારે મારે આવવાની ભાવના જાગી છે. શ્રી શારદાબહેને તેથી હર્ષિત થઈ શુક્રવારે તેમની સાથે આશ્રમમાં જવાની હા પાડી.”