________________
૧૪૦
સમાધિમરણ
જુમોનિયાથી
ના ફળીભૂત નહીં થાય એ
૧ કેમ કરીને થશે? એવી
પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવાની તીવ્ર ભાવના “પરંતુ વિધિએ કંઈ ઓર જ ધાર્યું હતું. તે ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા અને આશ્રમમાં જવાની મહાત્માના દર્શન હવે કેમ કરીને થશે? એવી ચિંતામાં ને ચિંતામાં પથારીમાં એક એનું જ રટણ કરવા લાગ્યા.
તે અરસામાં આશ્રમમાં પણ પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને બોલાવીને કહ્યું, પ્રભુ, આ શનિવારે તમારે ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો?
શ્રી હીરાલાલભાઈએ હર્ષિત થઈ સર્વને શનિવારે પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપી પોતે તરત જ અમદાવાદ ગયા, અને શનિવારે આશ્રમમાંથી સોએક મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણી ધામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા જ મુમુક્ષભાઈઓ સાથે પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિતને ત્યાં ગયા. ત્યારે જ સૌને ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે.”
ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબહેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે. તે સાંભળી તે ભાઈ તો ઘણા જ આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતા હાથ જોડી નમન કર્યું.
T