________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૪૧
પછી પ્રભુશ્રીએ એકધારો અદ્ભુત બોધ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દ્રષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ જ્ઞાની મુનિ સમક્ષ ત્યાખ્યું હતું. તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે.
જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવાનું આવું અચિંત્ય માહાસ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોધ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકધારો સતત બોધ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિમરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં પ્રેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાનીપુરુષના વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા.”
પ્રભુશ્રીજીના બોઘથી રોગ, મરણ તો શરીરને છે હું તો શુદ્ધ આત્મા છું
“તેથી તે ભાઈ વ્યાધિ કે મરણના દુઃખને ભૂલી જઈ તે બોધવચનમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ” એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું, એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યા. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા.” (ઉ.પૃ.[૭૪])
શ્રી માણેકજી શેઠના સમાધિમરણ અર્થે અંતિમ શિખામણરૂપા
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ અભુત બોઘ સં. ૧૯૮૬ ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોધ કર્યો. તે પણ બોધમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ! ત્યારે તેમનાથી