________________
સમાધિમરણ
(૭) સ્ત્રીવેદ- એટલે પુરુષ સાથે સમાગમની ભાવના થવી તે સ્ત્રીવેદનો ઉદય છે. સ્ત્રીએ પુરુષમાં મોહ ન કરવો. મોહ કરવાથી ફરી તેના સાથે ભવ કરવા પડે છે. માટે સ્ત્રીવેદ ક્ષય થવા અને હું આત્મા છું એ ભાવને દૃઢ કરવા આ માળા ફેરવું છું.
૧. એક સ્ત્રીનું દૃષ્ટાંત– એક સ્ત્રી પરબ ઉપર પાણી પાતી હતી. ત્યાં એક રાજા જંગલમાં ભૂલો પડવાથી આવી ચઢ્યો. રાજાને તરસ લાગવાથી તે સ્ત્રીએ પાણી આપ્યું. પછી રાજા જવા મંડ્યા. તે વખતે સ્ત્રીએ તેને જવાની ના પાડી.
૨૭૪
તેના ઉપર તેને અત્યંત રાગ થયો તેથી જવાની ના પાડી છતાં રાજા ગયો. જ્યાં સુધી રાજા દેખાયો ત્યાં સુધી તેની સામે તે જોઈ રહી, પછી તે રાજા અદૃશ્ય થયો કે તે સ્ત્રી મરણ પામી. સ્ત્રીવેદજન્ય વાસના તે છાણના અગ્નિ જેવી છે. તે અંદર બળ્યા કરે પણ બહાર દેખાય
નહીં.
(૮) પુરુષવેદ– એટલે પુરુષને સ્ત્રી સાથે સમાગમની ઇચ્છા થાય તે પુરુષવેદનો ઉદય છે. પુરુષવેદની વાસના ઘાસના ભડકા સમાન છે. તે જોરમાં ભડકો થઈ ઓલવાઈ જાય છે.
પુરુષ સ્ત્રીમાં રાગ ન કરવો. નહીં તો તેના પેટે અવતરવું પડશે.