________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૭૫
૧. વેશ્યામાં રાગનું વ્રત- એક વેશ્યામાં ૨૨ જણને રાગ હતો. તેઓ બગીચામાં કામલતા વેશ્યા સાથે ક્રીડા કરતા હતા. ત્યાં સોમ મુનિને જોઈ દ્વેષથી તેમને મારવા દોડ્યા. દ્વેષમાં ભાન ભૂલી રસ્તામાં જળરહિત કૂવામાં પડી ગયા. એક બીજાના શસ્ત્ર વાગવાથી બાવીસેય મરી pયા. તે જોઈ મુનિએ ગુરુને પૂછ્યું : બીચારા બધા જ સુકૃત કર્યા વિના મૃત્યુ પામ્યા તો એમની શી ગતિ થઈ હશે? ગુરુએ કહ્યું તેઓ મરીને વેશ્યાના સ્તનમાં કૃમિપણે ઉત્પન્ન થયા છે. ત્યાંથી
-
I
SI
CII
III
ITT III I
II ]
મરી તેના પેટમાં કરમિયારૂપે, તેની વિષ્ટામાં, મૂત્રમાં, ઘૂંકમાં, બળખામાં, નાકની લીંટમાં ઉત્પન્ન ધશે. તથા તેના ઘરના ખાળમાં સંમૂર્ણિમ દેડકારૂપે જન્મ લેશે. વળી તેના ઘરમાં ઉંદર થશે. તે વેશ્યાના આંગણામાં વિષ્ટા વગેરેનો આહાર કરનારા ભૂંડ થશે. પૃથ્વી આદિ અનેક ભવોમાં પરિભ્રમણ કરશે અને જૈનધર્મની નિંદાના કારણથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુલર્ભ થશે.
(ઉ.પ્રા.ભા.ભા.૪ના આધારે) તેથી હે જીવ સ્ત્રીમાં મોહ કરીશ નહીં. જ્યાં જ્યાં રાગ કરીશ ત્યાં ત્યાં ફરી ફરી અનેકવાર જન્મવું પડશે. એમ વિચારી વૈરાગ્યભાવ લાવી પુરુષવેદનો ક્ષય કરવા અને હું આત્મા છું પણ દેહ નથી એ ભાવ દ્રઢ કરવા આ માળા ફેરવું છું.
માયા કપટથી માણસ પુરુષવેદ છેદી બીજા ભવે સ્ત્રી બની જાય; અને સરળભાવથી સ્ત્રીવે છેદી પુરુષ બને એ પર એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે