________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૪૩ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકુમોહનીય, સમકિત થવા ન દે
“મિથ્યામોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય ક્ષય થવા અર્થે ત્રણ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' એ મંત્રની ફેરવવાની છે. મિથ્યાત્વમોહનીય એટલે વિપરીત માન્યતા. મિશ્ર મોહનીય એટલે અજવાળું નહીં અને અંધાય નહીં એવું અને સભ્યત્વમોહનીય એ બહુ સૂક્ષ્મ છે. એ સમ્યત્વને જરા મલિન કરે છે.” (એ ત્રણ માળાઓ ફેરવાયા પછી પૂજ્યશ્રી બોલ્યા).
અનંતાનુબંધી કષાય પણ સમકિત ન થવા દે હવે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ક્ષય થવા અર્થે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ એ મંત્રની ચાર માળા ફેરવાશે. અનંતાનુબંધી ક્રોધ એટલે પુરુષ પ્રત્યે, સત્પુરુષના માર્ગ પ્રત્યે, તેમના વચન પ્રત્યે કષાયભાવ તે અનંતાનુબંધી ક્રોધ છે. અનંતાનુબંધી માન એટલે હું ધર્મી છું, ધર્મ કરું છું, ભક્તિ કરું છું, લોકો મને વખાણે છે એમ માને; અને લોકો તો કશુંય વખાણતા ન હોય. તે અનંતાનુબંધી માને છે. અનંતાનુબંધી માયા એટલે મને સમ્યગ્દર્શન થયું, હું મોટો છું, એમ માને અને હોય કશું નહીં. બહારથી ડોળ કરે તે અનંતાનુબંધી માયા છે. અને અનંતાનુબંધી લોભ એટલે હું ભગવાનની ભક્તિ કરું છું, એથી મને પૈસા મળો, દીકરા મળો એમ ઇચ્છે, બાધા રાખે, તેમજ અલૌકિક માર્ગમાં લૌકિકની ઇચ્છા તે બધો અનંતાનુબંધી લોભ છે. અનંતાનુબંધી કષાય સમકિત ન થવા દે. થયું હોય તેને ઘાત કરે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષીગુણની ભાવના કરવી. ક્રોધ જવા ક્ષમાની ભાવના કરવી. માન જવા માર્દવ એટલે વિનયની ભાવના કરવી. માયા જવા આર્જવ એટલે સરળપણાની ભાવના કરવી. અને લોભ જવા શૌચ એટલે સંતોષની ભાવના કરવી.” (ઉપરોક્ત ચાર માળા બોલી રહ્યા પછી પૂજ્યશ્રી બોલ્યા-).
અપ્રત્યાખ્યાની કષાય, વ્રત નિયમ વગેરે ન આવવા દે “હવે અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ-ક્ષય થવા અર્થે ચાર માળા ગણવાની છે. અપ્રત્યાખ્યાની એટલે અલ્પ પણ વ્રત, નિયમ વગેરે ન આવવા દે અથવા વ્રત આવ્યું હોય તો પાડી નાખે.”
પ્રત્યાખ્યાનાવરણીય કષાય, મુનિપણું ન આવવા દે (અપ્રત્યાખ્યાન કષાય ક્ષય થવા અર્થે ચાર માળા ગણ્યા પછી)
પૂજ્યશ્રી—હવે પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ-ક્ષય થવા અર્થે ચાર માળા ગણવાની છે. પ્રત્યાખ્યાની એટલે સર્વ વિરતિપણું ન આવવા દે છે.” (પ્રત્યાખ્યાન કષાય ક્ષય થવા અર્થે ચાર માળા ગણી રહ્યા પછી)
સંજવલન કષાય કેવળજ્ઞાન ન થવા દે પૂજ્યશ્રી–“આળસ ન કરશો. જાગતા ચોર માથે ફરે છે એમ જાણીને સાવચેતી રાખવી, જાગૃતિ રાખવી. હવે ચાર માળા સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ, ક્ષય થવા અર્થે ફેરવવાની