________________
૨૪૪
સમાધિમરણ છે. સંજવલન કષાય એટલે એને કેવળજ્ઞાન ન થવા દે. એ સૂક્ષ્મ કષાય છે.”
(ઉપર પ્રમાણે બાવીસ માળા ગણી રહ્યા પછી બધા લઘુશંકા નિવારણાર્થે ઊઠ્યા. દસ મિનિટ પછી પાછા આવ્યા ત્યારે)”
દરેક નોકષાયના પ્રતિપક્ષી ગુણ મેળવવાની ભાવના કરવી
પૂજ્યશ્રી–“હવે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ છે નોકષાય ક્ષય થવા અર્થે છ માળા ગણવાની છે. હાસ્ય ક્ષય કરવાની માળા આવે ત્યારે ગંભીરતાની ભાવના કરવી. રતિની માળા આવે ત્યારે વૈરાગ્યની ભાવના કરવી. અરતિની માળા આવે ત્યારે મધ્યસ્થતાની ભાવના કરવી. એમ દરેકના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી.” (છ માળા ગણી રહ્યા પછી).
ત્રણેય વેદ ક્ષય થવા માટે ત્રણ માળા ગણવી પૂજ્યશ્રી-“હવે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ક્ષય થવા અર્થે ત્રણ માળા ગણવાની છે.” (ત્રણ માળા ગણી રહ્યા પછી).
પાંચેય જ્ઞાનના આવરણ ક્ષય થવા માટે પાંચ માળા ગણવી. પૂજ્યશ્રી–“હવે મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય ક્ષય થવા અર્થે પાંચ માળા “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એ મંત્રની ગણવાની છે.” (૩૬ માળા ગણી રહ્યા પછી બધા ઊઠ્યા)” (બો.૧ પૃ.૪૩૧)
૩૬ માળાઓના ક્રમ વિષેનું વિશેષ સ્પષ્ટીકરણ આ ૩૬ માળાનો ક્રમ પ.પૂ.પ્રભુશ્રીજીએ દિવાળીના દિવસોમાં સમાધિમરણની પ્રાપ્તિ કરાવા માટે યોજેલ છે. જે આત્માર્થીને પરમકલ્યાણનું કારણ બનેલ છે. તે ૩૬ માળાનો ક્રમ આ પ્રમાણે છેઃ - ૩૬ માળામાં પહેલી ત્રણ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની ફેરવાશે. “સહજાત્મસ્વરૂપ” એટલે શુદ્ધ આત્મામાં અનંતગુણ છે, તેમાંથી એક ગુણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલી માળા ફેરવાશે. જેમ છે તેમ આત્મા કે જડવસ્તુના વાસ્તવિક સ્વરૂપની સાચી શ્રદ્ધા જીવને થાય તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સચદ્દર્શનમ્'. જે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે.
પછી બીજી માળા સમ્યજ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન અથવા સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. મારું જાણેલું તે બધું અજ્ઞાન છે. તે અજ્ઞાનને દૂર કરવા અને જ્ઞાની પુરુષ પાસેનું સાચું જ્ઞાન મેળવવા માટે બીજી માળા ફેરવાશે.
પછી ત્રીજી માળા સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. સમ્યક્ષ્યારિત્ર એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અથવા રમણતા કરવા માટે અને પરભાવની રમણતા ટાળી નિર્વિકલ્પદશા પામવા માટે આ ત્રીજી માળા ફેરવાશે.