________________
૨૪૨
સમાધિમરણ
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાત્રે ફરી માળાઓ વિષે જણાવ્યું તે આ પ્રમાણેઃ(સભામાં રાતના)
“પૂજ્યશ્રી—આજે સવારે કહ્યું હતું અને હવે ફરી કહું છું. પ્રભુશ્રીજીએ આ કાળના જીવોને માટે આ છત્રીસ માળાની ગોઠવણ કરી છે. સમાધિમરણ કેમ થાય? તે માટે આ દિવસોમાં છત્રીસ છત્રીસ માળાઓ ફેરવવાની છે. આપણું કલ્યાણ થવાનું છે માટે આપણે રહ્યા અને આ છત્રીશ માળા ગણવાનું મળ્યું, નહીં તો આયુષ્ય પૂરું થઈ ગયું હોત.’” (બો.૧ પૃ.૪૨૯)
પ્રભુશ્રીજી કહેતા કે આ દિવાળીના દિવસોમાં લૂંટમલૂંટ લેવાનો લાગ આવ્યો છે
“દરેક માળા ગણતાં ગુણપ્રાપ્તિની ભાવના કરવી. પ્રમાદ ન કરવો. જાગૃતિ રાખવી. પ્રમાદથી કંઈ સુખ નથી. પ્રમાદ તો મરણ છે. મનુષ્યભવ મળ્યો છે અને સત્પુરુષનો યોગ થયો છે, માટે પ્રમાદ ન કરવો; જાગૃતિ રાખવી. પ્રભુશ્રીજી કહેતા, કે લૂંટમલૂંટ લેવા જેવું છે. એવું આ દિવાળીના દિવસોમાં લૂંટમલૂંટ લેવાનો લાગ આવ્યો છે.
(પછી પૂજ્યશ્રીએ ‘મહાદેવ્યાઃ.....તત્ત્વલોચનદાયકમ્ થી ‘તીન ભુવન.... બંધ નશાય.’ ગાથા સુધી મંગળાચરણ કર્યું.)
સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન, સાચું વર્તન કરવા ત્રણ માળા ફેરવું છું
“હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ માળા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્રની ગણવાની છે. દરેકે માળા બોલાવનારે જ્યારે અરધી માળા થાય ત્યારે ઉતાવળું બોલવું. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે ગણવાની છે. સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે આ માળા ગણું છું એ લક્ષ રાખવો. (પોતે જ એક માળા ગણી રહ્યા પછી બોલ્યા) સમ્યગ્દર્શન પ્રાપ્તિની એક માળા પૂરી થઈ. હવે સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે બીજી માળા ગણવાની છે. આ માળા ગણતી વખતે સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે આ માળા ગણું છું એવો લક્ષ રાખવો. (બીજી માળા ફેરવીને બોલ્યા) સમ્યજ્ઞાન પ્રાપ્તિની બીજી માળા પૂરી થઈ. હવે સ્વરૂપમાં સ્થિર થવા “તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે.” માટે ત્રીજી માળા ગણવાની છે. સમ્યક્ચારિત્ર અર્થે આ માળા ફેરવું છું એવો લક્ષ રાખવો.” (માળા ફેરવ્યા પછી)