________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૪૧ વધારે ભાવ રાખે, બીજા તીર્થકરો ઉપર ઓછો ભાવ રહે. પોતે મંદિર બનાવ્યું હોય તેમાં વધારે આનંદ આવે, બીજા મંદિરમાં એટલો ન આવે. એવા પ્રકારના જે ભાવો, તે સમ્યત્વ મોહનીય છે.
જ્ઞાની પુરુષની શ્રદ્ધા થયે અનંતાનુબંઘી મોળા પડે સાચો ધર્મ ન પામવા દે તે અનંતાનુબંધી કષાય છે. સત્પરુષો કહે કે તને ખાવાનું ગમે તે સારું નથી, પણ જીવને આગ્રહ હોવાથી જ્ઞાનીનું વચન ન માને. એ પણ અનંતાનુબંધી છે. તેથી સાચો માર્ગ પામે નહીં. પોતે કરતો હોય તેનો આગ્રહ તે અનંતાનુબંધી કષાય છે. જેમ મહાપુરુષો મોક્ષે ગયા તે રસ્તો આપણો નહીં એમ માને. બીજા માર્ગને મોક્ષનો રસ્તો માને, તે મિથ્યાત્વ મોહનીય છે. ખોટાને ખોટું માને અને સાચાની ઇચ્છા રહે તે મિશ્રમોહનીય છે. સમ્યકત્વમોહનીય એટલે આ આત્મા હશે કે આ? જાણે તે આત્મા છે? એમ શંકા રહે તે સમ્યત્વમોહનીય છે. આ જ ઘર છે એવું એને નથી થયું. કંઈક ખામી છે. સદ્ગુરુનો યોગ થયા વિના નિશ્ચય થતો નથી. આત્માનો નિર્ણય થાય તે સમ્યક્રદર્શન છે. જ્ઞાની સાચા છે તેની પ્રતીતિ થાય છે. “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.” (પર૨) એક વાર પણ જ્ઞાનીનો યોગ થયો હોય તો પણ રાતદિવસ સાંભર્યા કરે તે ખરી ભક્તિ છે. આત્માને વિચારવો હોય, સાધવો હોય, તો જાણવો જોઈએ. (બો.૧ પૃ.૨૩૫)
ક્રોધાદિ ચારે કષાયો ભયંકર છે “ક્રોધ મનમાં આવે ત્યારે આને મારી નાખું, આનું બૂરું કરું, આવા વિચાર કરે છે. ક્રોધ બહુ વધી જાય ત્યારે બીજાને મારી પણ નાખે કે પોતે જ કૂવામાં પડી મરી જાય. આવું આવું ક્રોધ થાય ત્યારે થાય છે. ક્રોધ થાય ત્યારે મહા પાપ બાંધે છે. કરવું, કરાવવું અને અનુમોદવું તેનું ફળ એક છે. ક્રોધ બહુ ખરાબ છે. ઝેર પીને મરી જાય છે.
હું મોટો છું અને બીજા બધાં નાનાં છે, એ માનથી થાય છે. પોતાનો મહિમા ગાય. બીજાની નિંદા કરે. માનને લઈને જીવ બીજાનું ભૂંડું ઇચ્છે છે. માનની ઇચ્છા હોય તેથી પૈસા ખરચીને પણ માન મેળવે. માનને લઈને પણ જીવ મરી જાય છે.
માયાથી બીજાને છેતરવાની ઇચ્છા થાય છે. ગુરુને પણ છેતરી જાય છે. પોતે મરી પણ જાય છે.
લોભને લીધે જીવ લડાઈમાં મરી પણ જાય છે. લોભી ગમે તેને છેતરે છે. કેટલાક બહુ દૂર કમાવા જાય છે પણ પ્રારબ્ધ હોય તો મળે, ન મળે તો કેટલાક મરી પણ જાય છે.
હાસ્ય કષાયથી જીવ હસનહસ કરે છે, રોગ હોય તો પણ હસે. કર્મથી જીવ પીડાય છે પણ હર્ષ માને છે. હસવું એ નોકષાય છે. જેટલો કષાય ઓછો થાય તેટલો સુખી થાય. શોક કરીને કેટલાક મરી જાય છે. મારે ક્રોધ ન જ કરવો એમ રાખવું. તો દુઃખી ન થાય. મરણાદિકથી પણ ક્રોધાદિકનું દુઃખ વિશેષ છે. કોઈ ગમે તે બોલે તે સહન કરવું. મારે ગાળ ભાંડવી નથી, બીજા ભલે ભાંડે; એમ કરતાં કરતાં ક્રોધ મટી જાય છે. કલ્પનાથી કરીને પણ જીવ દુઃખી થાય છે. કષાય ભાવથી જીવ કર્મ બાંધે છે.” (બો.૧ પૃ.૨૪૦)