________________
૨૪૦
સમાધિમરણ
એટલે મુનિપણું ન આવવા દે. પછી ચાર માળા સંજ્વલન કષાય ક્ષય થવા માટે ફેરવાશે. સંજ્વલન કષાય હોય ત્યાં સુધી સંપૂર્ણ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ન આવવા દે.” ચારિત્રમોહનીસકર્મના નવ નો કષાય ક્ષય થવા માટે ૩-૩ માળા ગણવાર ફેરવાશે
“નોકષાય ક્ષય થવા માટે નવ માળા ફેરવાશે. પહેલી માળા હાસ્ય નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. બીજી માળા રતિ નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. ત્રીજી માળા અરતિ નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. ચોથી માળા ભય નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. પાંચમી માળા શોક નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. છઠ્ઠી માળા જુગુપ્સા નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. છેલ્લી ત્રણ માળા પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદનો ક્ષય થવા માટે ફેરવાશે. એ નવ નોકષાય, કષાય થવાનાં કારણો છે. જેને લીધે કષાય ઉત્પન્ન થાય તે નોકષાય છે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષી ગુણની ભાવના રાખવી. હાસ્ય ક્ષય થવા માટે માળા ફેરવે તે વખતે ગંભીર થવા માટે આ માળા ફેરવું છું; રતિ ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે વૈરાગ્ય થવા માટે આ માળા ફેરવું છું, એમ દરેક માળા ફેરવવામાં આવે ત્યારે ગુણ પ્રગટાવવા માટે માળા ફેરવું છું એ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૪૨૭)
અંતમાં જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિ ક્ષય થવા માટે પાંચ માળા ફેરવાશે
“પછી પાંચ જ્ઞાનાવરણીય ક્ષય કરવા પાંચ માળા-“આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ મંત્રની ફેરવાશે. પહેલી માળા મતિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, બીજી માળા શ્રુતજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, ત્રીજી માળા અવધિજ્ઞાનાવરણીય ક્ષય થવા માટે ફેરવાશે, ચોથી માળા મન:પર્યવજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે. પાંચમી માળા કેવળજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે.
(૩, ૨૮ ને ૫, મળી ૩૬ માળાઓ રોજ રાતે ફેરવાશે.) રોજ લક્ષ રાખીને માળાઓ ફેરવવી. જાણે માથે મરણ જ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણ કરવા તૈયારી કરવી. પછી મરણ થાય તો ભલે થાય. જિવાય તોય ભલે જિવાય.” (બો.૧ પૃ.૪૨૮)
અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનું સ્વરૂપ અનંતાનુબંધી ક્રોધ એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. અમે સમજીએ છીએ એવા ભાવ તે અનંતાનુબંધી માન છે. તે ધર્મ પામવા ન દે. અનંતાનુબંધી માયા એટલે કંઈ સમજ્યો ન હોય ને કહે કે હા, તમે કહો છો તે જ હું માનું છું. એ આદિ ભાવ તે માયા છે. અંદર દોષો હોય અને ઉપરથી સારું દેખાડે તે માયા છે. જે ધર્મથી મોક્ષ મળે તે ધર્મથી પુત્ર, દેવલોકાદિની ઇચ્છા કરે, તેથી સાચી વસ્તુ પ્રાપ્ત ન થાય. તે અનંતાનુબંધી લોભ છે. મિથ્યાત્વમોહનીય સાવ ઊંધું છે. સંસારમાં નાહવું-ધોવું કરતા હોય તેને જ ધર્મ માને છે. સાચું એને સમજાય નહીં. કલ્યાણ હોય તે એને ગમે નહીં, પણ જેથી કલ્યાણ ન થાય તે કરે, એ આદિ મિથ્યાત્વમોહનીય છે. આ ય ગુરુ સારા છે અને આ ય સારા છે. થોડું સાચું અને થોડું ખોટું, તે મિશ્ર મોહનીય છે. સમ્યત્વમોહનીય એટલે ચોવીસ તીર્થકરોમાં પાર્શ્વનાથ ઉપર