________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૩૯
લાગે, પણ પ્રમાદ ન કરવો. માથે મરણ જ છે એમ જાણી જ્ઞાનીએ કહેલું તે કરવું. જ્ઞાન-દર્શનચારિત્ર સમજવા ત્રણમાળા કહી છે. અઠ્ઠાવીશ પ્રકૃતિ મોહનીયની ક્ષય કરવા અઠ્ઠાવીશ માળા ફેરવવાની છે. પાંચ માળા જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ જવા માટે છે. તેમાં એ જ લક્ષ રાખવું. સ્મરણમાં જ મન રાખવું. કાળજી રાખી એ માળા ફેરવે તો કલ્યાણ થઈ જાય એવું છે. બે ત્રણ કલાક ધર્મધ્યાન થાય. પણ માથે મરણનો ડર હોય તો થાય. કંઈક કંઈક જીવને દુઃખ રહે તો તે હિતકારી છે. ભોગવાય તેટલું જાય છે. વેદની છે તે કલ્યાણકારી છે, પણ આર્તધ્યાન થાય તો આવરણ કરનારી છે.” (બો.૧ પૃ.૬૮૯) સહજાન્મસ્વરૂપમાં અનંતગુણ છે, તેના મુખ્ય ત્રણ ગુણ મેળવવા ત્રણ માળા ફેરવાશે
અહીં રાત્રે છત્રીસ માળા ફેરવાશે. પહેલી ત્રણ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ફેરવાશે. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. સહજાત્મસ્વરૂપમાં અનંત ગુણ છે, પણ તેમાંથી એક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે આ એક માળા ફેરવું છું એવો લક્ષ રાખી ફેરવવી. પછી બીજી માળા સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે ફેરવાશે. હે ભગવાન! સમ્યજ્ઞાન અર્થે આ માળા ફેરવું છું, એમ ભાવના રાખી ફેરવવી. પછી સમ્યક્ષ્યારિત્ર પ્રાપ્તિ અર્થે ત્રીજી માળા ફેરવાશે. આ માળા સ્થિરતા થવા માટે સ્વરૂપમાં સ્થિર થવા માટે આ માળા ફેરવું છું, એવો લક્ષ રાખી ફેરવવી. રોજ માળા તો અહીં ફેરવાય છે પણ એકમાંને એકમાં મન રહેતું નથી તેથી જ્ઞાની પુરુષોએ આ યોજના કરી છે.”
દર્શનમોહનીસકર્મની ત્રણ પ્રકૃતિ ક્ષય થવા માટે ત્રણ માળા ફેરવાશે “પછી અઠ્ઠાવીશ માળા મોહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ”એ મંત્રની ફેરવાશે. તેમાં પહેલી માળા મિથ્યાત્વમોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. મિથ્યાત્વ ક્ષય થવા માટે આ માળા ફેરવું છું, એ લક્ષ રાખીને ફેરવવી. પછી બીજી માળા મિશ્રમોહનીય ક્ષય થવા માટે ફેરવાશે. ત્રીજી માળા સમ્યત્વ મોહનીય ક્ષય થવા માટે ફેરવાશે.” ચારિત્રમોહનીય કર્મના ૧૬ કષાય ક્ષય થવા માટે ૪-૪ માળા ચાર વાર ફેરવાશે
પછી ચોથી માળા અનંતાનુબંધી ક્રોધ ક્ષય કરવા માટે ફેરવાશે. પાંચમી માળા અનંતાનુબંધી માન ક્ષય થવા માટે ફેરવાશે. છઠ્ઠી માળા અનંતાનુબંધી માયા ક્ષય થવા માટે ફેરવાશે. સાતમી માળા અનંતાનુબંધી લોભ ક્ષય થવા માટે ફેરવાશે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ફેરવાશે. અપ્રત્યાખ્યાનાવરણીય એટલે અલ્પ પણ વ્રત આવવા ન દે. પછી ચાર માળા પ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા અર્થે ફેરવાશે. પ્રત્યાખ્યાનાવરણીય