________________
૨૩૮
સમાધિમરણ
આપે કે જા, અમુક પ્રકારે વ્રત કરજે તેનું ફળ અમુક મળશે અને તે જેમ મળે છે તેમ સમાધિમરણ થવાને માટે પ્રભુશ્રીજીએ વ્રતરૂપે માળા ગણવા આજ્ઞા કરી છે, તે બધાં મુમુક્ષુઓએ ભેગા મળીને જરૂર ગણવી. કોઈ ન હોય તો એકલાએ પણ ગણવી.” (બો.૧ પૃ.૧૨)
કેવા ક્રમથી અને કેવા ભાવથી માળા ફેરવવી “માળાઓનો ક્રમઃ૩માળા સહજાન્મસ્વરૂપ પરમગુરુની, ૩ માળા પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ, ૧૬ માળા પણ એ જ ગણવી. ૯ માળા પણ પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવની ગણવી, ૫ માળા આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.
કેવી ભાવનાથી ફેરવવી તેની વિધિઃ ૧. લાયક સમ્યકત્વ થવાને માટે, કેવળજ્ઞાન થવા માટે, ૧ યથાખ્યાત ચારિત્ર થવા માટે એમ ત્રણ માળા સહજાત્મસ્વરૂપ પરમગુરુની ગણવી. ૩ માળા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીયના ક્ષય માટે પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવની ગણવી. ૪ માળા અનંતાનુબંધી કષાય ક્રોધ, માન, માયા, લોભ ક્ષય કરવા;૪ માળા અપ્રત્યાખ્યાની કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે; ૪ માળા પ્રત્યાખ્યાન કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે; ૪ માળા સંજવલન કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે એમ ૧૬ કષાય જવા માટે ફેરવવી. ૯માળા નોકષાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગચ્છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદના ક્ષય માટે ફેરવવી. જ્ઞાનાવરણીયના ક્ષય માટે (૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) શ્રુત-જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય, (૫) કેવલ જ્ઞાનાવરણીય જવા માટે પ માળા આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. આ પ્રમાણે કુલ ૩૬ માળા ફેરવવી.
માળા ગણતાં પહેલાં ઉપર પ્રમાણે ભાવના કરવી. મન જો સ્થિર રહે તો સારું છે, પણ તેમ ન થાય તો ઉપર પ્રમાણે ભાવનામાં રોકવું; પણ બહાર જવા દેવું નહીં.” (બો.૧ પૃ.૧૨)
એકવારના સમાધિમરણથી ઊંચે ચઢી ટૂંક સમયમાં જીવનો મોક્ષ પૂજ્યશ્રી–આસો વદ ૧૩-૧૪-૦))ને કારતક સુદ ૧ ચાર દિવસ રોજ ૩૬ માળા ગણવાની પ્રભુશ્રીજીએ કોઈ અંતરની પ્રેરણા થવાથી આજ્ઞા કરી છે. જેવી રીતે બાર માસનો હિસાબ આપણે એ દિવસોમાં કરવાનો હોય છે, તેવી રીતે આખી જિંદગીની આખરમાં સમાધિમરણ થવાને માટે આ માળા દર વર્ષે ગણવી. એક વખત સમાધિમરણ થાય તો તે જીવ પછી ઊંચે ચઢતો જાય છે, ત્યાર પછી નીચે આવતો નથી અને પાંચ કે દશ ભવે મોક્ષે જાય છે. જેટલા મુમુક્ષ ભેગા થાય તેટલાએ મળીને માળા ગણવી. કોઈ ન હોય તો એકલાએ ગણવી. ૩૬ માળા ભેગી ન બને તો સવાર સાંજ મળી તેટલી માળા પૂરી કરવી. દરરોજ નિત્યનિયમની માળા છે તેમાં વધારો કરતા રહેવું.” (બો.૧ પૃ.૪)
સ્મરણમાં મન રાખી માળા ફેરવે તો જીવનું કલ્યાણ થઈ જાય. “સાંજે માળા ફેરવાશે, તેમાં લક્ષ રાખી મરણ સુધારવાનો લક્ષ રાખવો. ઊંઘ આવે, થાક