________________
૨૩૭
સમાધિમરણની આરાઘના માટે દિવાળીના ચાર દિવસોમાં ગણવા યોગ્ય ૩૬ માળાઓનો ક્રમ
અને તેના વિષેના દૃષ્ટાંતો છત્રીસ માળાનો ક્રમ
આસો, ૧૯૮૫ દિવાળી ઉપર ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એક વખતે ૧૦૮ ગણવી હોય તે તેમ કરે-ત્રણ પહોર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની, ૨૮ માળા ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' મંત્રની અને પ માળા’ આતમભાવને ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' મંત્રની એમ છત્રીસ માળા ફેરવવી. તેટલી જ ૩૬ માળા દિવાળીને દિવસે સાંજે અને છત્રીસ એકમની સાંજે. એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી.
માત્ર સમાધિમરણ કરવાની ઇચ્છાથી માળા ફેરવે તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા માત્ર સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈપણ પ્રકારની આ લોક પરલોકની વાંચ્છા-નિયાણું ન કરે; ત્રણ દિવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણ દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે. | (સં.૧૯૮૬માં પ.પૂ.પ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરશ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે છત્રીસ છત્રીસ માળાઓ ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો.) (ઉ. પૃ.૩૩૬)
સમાધિમરણ કરી આત્મકલ્યાણ સાઘવાન બતા ““જૈનવ્રતકથા'માં જેમ ઘણા દુઃખિયાઓએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુમુનિઓએ જણાવેલાં વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ-ત્રણેય દિવસ “આત્મસિદ્ધિ' વગેરેનો નિત્યક્રમ પણ ચાલુ રાખવો.” (ઉ.પૃ.૩૩૭)
દિવાળી ઉપર ચાર દિવસ માળા ગણવાથી જરૂર સમાધિમરણ થાય “પૂજ્યશ્રી–પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દિવાળી પર ચાર દિવસ માળા ગણવાની આજ્ઞા કરી છે. તેમ કરવાથી સમાધિમરણ જરૂર થાય તેમ છે. આ એક સમાધિમરણ થવાને માટે વ્રત છે. જેમ કોઢ દૂર કરવા માટે શ્રીપાળ રાજાએ આંબેલનું વ્રત કર્યું હતું, તેમ કોઈ મહાત્મા પુરુષ હોય અને આશીર્વાદ