________________
૪૬
સમાધિમરણ
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું પરમકૃપાળુદેવની દૃઢ શ્રદ્ધાથી થયેલ અભુત સમાધિમરણ તે મૃત્યુમહોત્સવ “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે.
विश्वभाव व्यापी तदपि, ओक विमल चिद्रूप;
___ ज्ञानानंद महेश्वरा, जयवंता जिनभूप. એક આત્મા. બીજાં કાંઈ નહિ. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ.” “ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે”
“પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે...સૌ સંપે મળીને રહેજો. કૃપાળુદેવે મને કહ્યું છે તે વગર વાત નથી, ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે...એક મૃત્યુ મહોત્સવ. ધિંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ.” બીજો હવે નથી...એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ, “માણે થો લાવે તવો', મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમકૃપાળુદેવ -“થાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ”...
“એક આત્મા સિવાય બીજી વાત નથી” “વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી.