________________
૪૫
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો
શ્રી દેવકરણજી મુનિનું પરમકૃપાળુદેવના શરણસહિત સમાધિમરણ “શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવળજ્ઞાનની
પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજી મુનિને ક્લૉરોફોર્મ સુંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો, પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડ્યું; તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી.
આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતા-વેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવ્યે ખસી
જાય છે, પણ વેદના ભોગવતાં ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છેજી. જેને પુરુષનો યોગ થયો છે તેણે તો વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવો. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો.૩ પૃ.૪૯૦)
અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુઃખે વસી.”
- સમાધિશતક અર્થ :-સુખમાં કરેલી આત્મભાવના દુઃખ આવશે ત્યારે ખસી જશે. માટે સાધક આત્મા મુનિપણાની ભાવના ભાવીને યથાશક્તિ દુઃખમાં વસે છે, જેથી દુઃખમાં પણ આત્મભાવ ટકી રહે.