________________
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો
પરમકૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.” જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કાંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે.
બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફુલની પાંખડી. કૃપાળુ દેવની દ્રષ્ટિ ઉપર બધા આવે છે. સોનું કામ થઈ જશે. બીજા લાખો હોય તો ય શું?”
પરમસમાધિમાં લીન થઈ પરમપદ પ્રત્યે પ્રયાણ
“સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર’ બોલવાનું સૂચવેલ.
કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮.૧૦ વાગ્યે વ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને! અને એમણે દર્શાવેલા દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને !” (ઉ.પૃ.૭૮])