________________
૪૮
સમાધિમરણ
પ.પૂ.પ્રભુશ્રીજીએ અંતિમ વખતે મંત્રસ્મરણની કરેલી ભલામણ જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે છે કે અરિહંતનું તને શરણ હજો. શાંતિનાથનું શરણ હજો; તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સહજાત્મસ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી, એ શબ્દોના પુદ્ગલોથી આખો ઓરડો ભરી દેવો. એવો કોણ અભાગિયો હોય કે એ મંત્ર એને એ વખતે ન સચે? એ સાંભળતા એમાં વૃત્તિ જાય. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે. અત્યારે મરી જ રહ્યો છે. સમાધિમરણ કરાવનારને પણ મહાલાભ થાય છે.” (ઉ.પૃ.૩૩૦)
પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે મંત્રની ધૂન રહી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાંચન વગેરે બંધ કરી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તો પણ થોડીવાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતું અને પછી જ બારણું ખોલી બધાને ખબર આપ્યા હતા. (બો.૩ પૃ.૪૫૬) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અદ્ભુત આત્મદશાના પરમકૃપાળુદેવે કરેલા
ગુણગાન “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત
થાય ?